મુંબઇ: જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન (71)ને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો પરંતુ તે નેગેટિવ આવ્યો છે. એવા પણ અહેવાલો છે કે હવે તેમને પહેલા કરતા સારું છે અને તેઓ એક-બે દિવસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ શકે છે.
સરોજ ખાન બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફરમાં સામેલ છે. તેમણે એક દો તીન, હમકો આજ કલ હૈ, ધક-ધક કરને લગા, ડોલા રે ડોલા જેવા અનેક સફળ ડાન્સ નંબર્સ આપ્યા છે. તેમની હાલની ફિલ્મ 'કલંક' હતી. 2019માં આવેલી આ ફિલ્મમાં માધુરી દિક્ષિત માટે તેમણે 'તબાહ હો ગયે' ગીતને કોરિયોગ્રાફ કર્યું હતું.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે